Video: દિલ્હીમાં હવા અત્યંત ખરાબ થતા GRAP-2 લાગુ

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધતા હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં GRAP-2 હેઠળના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. હવાની ગુણવત્તા બગડતા પ્રદૂષણ નિયંત્રણ માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. GRAP-2 અંતર્ગત ધૂળ અને પ્રદૂષણ ઘટાડવા માટે વિવિધ નિયંત્રણોનું પાલન કરાવવામાં આવશે. અક્ષરધામ સહિત દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદૂષણની અસર જોવા મળી રહી છે. હવાની ગુણવત્તા સુધારવા અને નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જાહેરાત







