Video: 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, અર્નબ વાવાઝોડા બાદ 'મુરાસુ'નો કહેર

સોર્સ: gstv

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે, જેને પગલે દેશના 11 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું નેલ્લોર અને નરસાપુર વચ્ચે આવેલા ઓંગોલના દક્ષિણ ભાગમાંથી પસાર થશે. આ સમયે પવનની ઝડપ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાટકા સાથે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને રાયલસીમામાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે. વાવઝોડાની અસર તેલંગણા, તમિલનાડુ, ઓડિશા અને કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ સ્વરૂપે જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત