Video: નાસિક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડૉગ સ્કવોર્ડ દ્વારા તપાસ

સોર્સ: gstv

મહારાષ્ટ્રની નાસિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા ચકચાર મચી ગઈ છે. ધમકી મળ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આશરે ચાર કલાક સુધી ચાલેલી આ સઘન તપાસ દરમિયાન કોર્ટ પરિસરમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, જેના કારણે તંત્ર અને વકીલોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસ દ્વારા ઈમેલ મોકલનાર શખ્સની ઓળખ કરવા અને સાયબર ટીમની મદદથી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત