Video: દિલ્હી રમખાણોના કેસમાં શરજીલ ઈમામ, ઉમર ખાલિદના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ: હાઇકોર્ટના આદેશને પડકાર્યો

સુપ્રીમ કોર્ટ સમક્ષની અરજીમાં શરજીલ ઇમામ અને ઉમર ખાલિદે દલીલ કરી છે કે લાંબા સમયથી અન્ડરટ્રાયલ તરીકે જેલમાં કેદ હોવા છતાં ફરિયાદ પક્ષ સુરક્ષિત સાક્ષીઓની તપાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઇમામે જણાવ્યું કે છ વર્ષ અને નવ મહિના કસ્ટડીમાં વિતાવ્યા બાદ પણ એક પણ સાક્ષીની તપાસ થઈ નથી. જ્યારે ખાલિદે સતત કેદને બંધારણની કલમ ૨૧નું ઉલ્લંઘન ગણાવ્યું છે. અગાઉ ૩૦ સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે ન્યાયિક શિસ્તનું કારણ ધરીને બંનેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
જાહેરાત







