Video: લોસ એન્જલસમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ; એરપોર્ટ ટર્મિનલને નુકસાન, ઓઇલ રિફાઇનરીમાં આગ

સોર્સ: gstv

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જિલસ ક્ષેત્રમાં પાંચની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, જે છેલ્લા 12 વર્ષનો સૌથી તીવ્ર આંચકો માનવામાં આવી રહ્યો છે. મુખ્ય ભૂકંપ બાદ માત્ર 45 મિનિટમાં 4 આફ્ટરશોક્સ આવતા ઇમારતો ધ્રૂજી ઉઠી હતી અને લોકો ઘરો તથા દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ આંચકાને કારણે લોસ એન્જિલસ એરપોર્ટના ટર્મિનલ-7 માં કાચ તૂટવા સાથે છતની ટાઇલ્સ ખરી પડી હતી અને એક ઓઇલ રિફાઇનરીમાં આગ લાગી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઘટના બાદ ફાયરબ્રિગેડ વિભાગે ઇમરજન્સી સિસ્ટમ સક્રિય કરી શહેરના 106 ફાયર સેન્ટર્સના કર્મચારીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા તપાસ માટે તૈનાત કર્યા છે. સુરક્ષાના ભાગરૂપે દરિયાકિનારે પિયર બંધ કરાયા છે, જોકે સત્તાવાળાઓએ સુનામીનો કોઈ ભય ન હોવાનું અને હજુ સુધી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સ્પષ્ટ કર્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત