Video: વડોદરાના અમરાપુરમાં ચૂંટણીની અદાવતે જૂથ અથડામણ, મહિલા સરપંચ અને પતિ સામે ગંભીર આક્ષેપ

વડોદરાના સાવલી તાલુકાના અમરાપુર ગામે ચૂંટણીની જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થતાં ચકચાર મચી છે. ગામમાં થયેલી અથડામણમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે મહિલા સરપંચ અને તેમના પતિ સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મારામારીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ગામના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સાવલી પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત














