Video: વડોદરાના સરદાર એસ્ટેટ નજીક પાર્ક કરેલા ટેમ્પામાં આગ

સોર્સ: gstv

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાછળ આવેલી લકુલીશ સોસાયટી નજીક પાર્ક કરેલા ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મુખ્ય માર્ગની બાજુમાં ઊભેલા ટેમ્પામાંથી આગની ઊંચી જ્વાળાઓ ઉઠતી નજરે પડતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પ્રસરે તે પહેલાં જ સતર્કતા દાખવીને નજીકમાં ઊભેલી લારીઓ અને અન્ય વાહનોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા, જેથી મોટું નુકસાન ટળ્યું હતું. જોકે, પાર્ક કરેલા ટેમ્પામાં આગ કયા કારણસર લાગી તે હજુ જાણી શકાયું નથી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત