Video: વડોદરાના તાંદલજામાં ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે પેટ્રોલ પંપની બાજુમાં આવેલી નૂર ફર્નિચરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફર્નિચરની દુકાનની બરાબર બાજુમાં પેટ્રોલ પંપ આવેલો હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે પેટ્રોલ પંપ આગની ઝપેટમાં આવતાં બચી ગયો હતો, જોકે દુકાનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હતી કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
જાહેરાત















