Video: સુરત અને મુંબઈમાં ઈન્કમ ટેક્સનું મેગા ઓપરેશન, 80થી વધુ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ

સુરત અને મુંબઈમાં ઈનકમ ટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ કંપની પર DDI વિંગની ટીમે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. મુંબઈ અને સુરતની ઈન્વેસ્ટિગેશન વિંગના 80થી વધુ અધિકારીઓની સંયુક્ત ટીમ તપાસમાં જોડાઈ છે. શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાને સર્ચ હાથ ધરાયું છે, જ્યારે મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ સહિત અનેક ધંધાકીય સ્થળોએ પણ તપાસ ચાલી રહી છે. બંને કંપનીઓના હિસાબી વ્યવહારો અને મહત્વના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. કરચોરી અને બેનામી વ્યવહારોની આશંકાને પગલે હાથ ધરાયેલી આ કાર્યવાહીએ સુરત અને મુંબઈના ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચાવ્યો છે.
જાહેરાત















