Video: સુરતના લિંબાયતમાં સાળી પર હુમલો કરનાર બનેવી ગણતરીના કલાકોમાં ઝડપાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં બનેવીએ પોતાની સાળી પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીની બહેન પ્રતિભા ગેલેરીમાં કપડાં સુકવી રહી હતી, તે દરમિયાન છેલ્લા પાંચેક વર્ષથી અલગ રહેતા બનેવી ગુલાબ ચુડામન પાટીલે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. અને ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર કાઢી પ્રતિભાના ગળાના ભાગે હુમલો કર્યો હતો. અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝપડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત







