Video: જૂની અદાવતમાં ભાગળ ગામે બે કોમો વચ્ચે પથ્થરમારો, ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ભાગળ ગામે જૂની અદાવતની અગ્નિ ફરી ભભૂકતા બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને છુટા હાથની મારામારી સાથે પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણમાં પુરુષોની સાથે મહિલાઓ પણ સામસામે આવી જતાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને જોતા પાલનપુર તાલુકા પોલીસ સહિતનો મોટો કાફલો ભાગળ ગામે દોડી ગયો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જાહેરાત












