Video: PM મોદીની એક વર્ષ જૂની અપીલ ફરી ચર્ચામાં

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ જૂની અપીલ ફરી ચર્ચામાં આવી છે. વડાપ્રધાન મોદીએ એક વર્ષ પહેલાં દેશવાસીઓને બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા અપીલ કરી હતી. દેશના આર્થિક હિત અને વિદેશી હૂંડિયામણની બચતના હેતુથી તેમણે આ અપીલ કરી હતી. સોનાની આયાતને કારણે દેશની વિદેશી હૂંડિયામણની અનામત પર પડતી અસરને ધ્યાનમાં રાખીને તેમણે લોકોને સોનાની ખરીદીમાં સંયમ રાખવા જણાવ્યું હતું. હવે એક વર્ષ બાદ વડાપ્રધાનની આ અપીલ ફરી ચર્ચાનો વિષય બની છે.
જાહેરાત












