Video: દાહોદમાં પાણી પુરવઠા યોજનાની સમીક્ષા, પાંચ મહિનામાં કામગીરી પૂર્ણ કરવા મંત્રીનો આદેશ

સોર્સ: gstv

મંત્રી નરેશભાઈ પટેલે દાહોદના લીમડિયા ખાતે અંદાજે ૮૯ કરોડના ખર્ચે શરૂ કરાયેલી ભાણાસીમલ ભાગ ૧ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરી, જેની હાલ આશરે ૫૫ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ યોજના પૂર્ણ થવાથી ફતેપુરા, સુખસર અને સંતરામપુર તાલુકાનાં ગામોને કડાણા ડેમનું પીવાનું પાણી મળશે. મંત્રીશ્રીએ વન વિભાગની બાકી કામગીરી ઝડપી પૂર્ણ કરવા તેમજ આગામી પાંચ મહિનામાં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે નવી-જૂની લાઇનો, બલ્ક લાઇન અને બાકી પાઇપલાઇનની વિગતવાર માહિતી મેળવી હતી, જ્યારે આ પ્રવાસમાં મંત્રી રમેશ કટારા સહિતના આગેવાનો જોડાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત