Video: મુંબઈ-સુરત IT ટીમના સંયુક્ત દરોડાથી ઉદ્યોગમાં ખળભળાટ

સોર્સ: gstv

સુરત શહેરના ઉદ્યોગ જગતમાં આવકવેરા વિભાગના દરોડાને લઈને ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરત ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં બંને શહેરોના 80થી વધુ અધિકારીઓ જોડાયા છે. શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાન, મુંબઈની કોર્પોરેટ ઓફિસ અને અન્ય ધંધાકીય સ્થળોએ દસ્તાવેજો તથા હિસાબી વ્યવહારોની તપાસ ચાલી રહી છે, જેમાં મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત