Video: તિરુમાલામાં 206 કરોડનું દાન કરનાર વિશે જાણો

ચેન્નાઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈને તિરુમાલાના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ભગવાનને એકસો એકવીસ કિલો સોનાના આભૂષણો અર્પણ કર્યા છે. તેમની અંદાજિત કિંમત એકસો સાંહિઠથી બસ્સો છ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ભેટને તિરુમાલા મંદિરમાં કોઈ એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા સૌથી મોટા દાનમાંનું એક માનવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં આ આભૂષણો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને સોંપવામાં આવ્યા હતા. આ ભેટમાં માત્ર સોનાની લગડીઓ કે સિક્કા નથી, પરંતુ ભગવાનના શણગાર માટે ખાસ તૈયાર કરવામાં આવેલા પરંપરાગત આભૂષણો છે. તેમાં મુગટ, કંદોરો, ખભાના આભૂષણો, શંખ અને ચક્રના પ્રતીક, હાર, ઝાંઝર અને અન્ય ધાર્મિક આભૂષણો સામેલ છે. આ તમામ ઘરેણાં ચેન્નાઈમાં ખાસ તૈયાર કરાવવામાં આવ્યા છે. ડિઝાઇનથી લઈને નિર્માણ સુધી મંદિરની જરૂરિયાતો અને પરંપરાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
આખરે કોણ છે વર્ધમાન જૈન, જેમની વ્યાપારિક સફળતા હવે આટલી મોટી ભેટ સ્વરૂપે સામે આવી છે ?. ચેન્નાઈના રહેવાસી ઉદ્યોગપતિ..વર્ધમાન જૈનની વાર્તાને સમજવા માટે થોડું પાછળ જવું પડશે. વર્ધમાન જૈન એક્સેસ હેલ્થકેરના સ્થાપક અને ઉપાધ્યક્ષ છે. એશિયા એન્જિનિયરિંગના ડિરેક્ટર છે. તેઓ ડેલ સર્વિસિસ બીપીઓના મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમની કુલ સંપત્તિ આઠ હજાર બસ્સો બાણું કરોડ જણાવવામાં આવી રહી છે. તેમણે પોતાના વ્યવસાયિક જીવનની શરૂઆત નોકરીથી કરી હતી. ત્યારબાદ તેઓ અમેરિકા ગયા. ત્યાં તેમણે આઈટી સેક્ટરમાં પોતાની કંપની બનાવી. કારોબાર શરૂ કરવો એ એક વાત છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવો એ બીજી વાત છે. વર્ધમાન જૈને પોતાની કંપનીનો વિસ્તાર કર્યો અને પછી એક એવો વ્યાપારિક સોદો કર્યો, જેણે તેમની સંપત્તિને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી. તેમણે પોતાની કંપનીનો સાહીંઠ ટકા હિસ્સો વેચી દીધો. આ સોદામાંથી તેમને લગભગ એક પોઈન્ટ પાંચ અબજ ડોલર મળ્યા. ભારતીય ચલણમાં આ રકમ લગભગ છ હજાર કરોડ છે.
વર્ધમાન જૈન બિઝનેસમાં પોતાની સફળતાને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ માને છે. વર્ધમાન જૈનની ઓળખ માત્ર બિઝનેસમેન તરીકે જ નથી, તેઓ સામાજિક અને પરોપકારી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. તેઓ ચેન્નાઈની KKCTH માં મેનેજિંગ ટ્રસ્ટી છે. આ ઉપરાંત શ્રી જૈન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પણ સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. એટલે કે એક તરફ આઈટી કારોબાર અને રોકાણની દુનિયામાં તેમની ભૂમિકા છે, તો બીજી તરફ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તેમની ભાગીદારી છે.









