Video: વેલિંગ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો છે. ભારતીય ટીમના આગમન સાથે ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચનો પ્રારંભ થયો છે. વેલિંગ્ટનના ઐતિહાસિક બેસિન રિઝર્વ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમનું આગમન થયું હતું. કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ આ પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ સેશનમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડની ચાર વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે બે જ્યારે આકાશ દીપ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ ઝડપી હતી.
જાહેરાત









