યુક્રેનને 49 અબજ ડોલરની લોન આપવા ઇયુની તૈયારી, યુદ્ધના માહોલમાં મહત્વનો ઘટનાક્રમ

યુક્રેનને 49 અબજ ડોલરની લોન આપવા ઇયુની તૈયારી, યુદ્ધના માહોલમાં મહત્વનો ઘટનાક્રમ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ચીનમાં વિશ્વનાં ત્રણ ટોચનાં નેતાઓ ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન મળી રહ્યાં છે ત્યારે યુરોપિયન યુનિયને યુક્રેન માટે ૪૯.૪ અબજ ડોલરની લોનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

યુરોપિયન કમિશને બુધવારે યુક્રેનનાં અર્થતંત્ર અને ૨૦૨૭માં યુદ્ધનાં પ્રયત્નોને સપોર્ટ કરવા માટે ૪૯.૪ અબજ ડોલરની લોન આપવાની જાહેરાત કરી છે. પાંચ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનને નાણાકીય સહાયની તાત્કાલિક જરૂર છે.

જાહેરાત

લગભગ એક વર્ષ પહેલા યુરોપિયન યુનિયનનાં નેતાઓએ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે યુક્રેનની મોટા ભાગની સૈન્ય અને આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ૯૯ અબજ ડોલરની વ્યાજ વગરની લોનને સમર્થન આપ્યું હતું.

યુક્રેનનાં એનર્જી અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનાં વધતા હુમલા, કાળા સમુદ્ર દ્વારા થતા વેપારમાં અવરોધો દેશનાં અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યાં છે.

ઇયુ નેતાઓને આશા છે કે ૨૭ દેશોનાં ગુ્રપ સિવાયનાં પણ દેશો પણ યુક્રેનની મદદ કરશે. યુરોપિયન કમિશનનું માનવું છે કે યુક્રેનને આગામી વર્ષે ૭૭ અબજ ડોલરની જરૂર પડશે.

કમિશનની યોજના છે કે આ રકમનો બે તૃતિયાંશ ભાગ કેપિટલ માર્કેટથી એકત્ર કરવામાં આવે. જેના કારણે યુક્રેનનાં અર્થતંત્ર માટે ૨૨ અબજ ડોલર અને તેના સૈન્ય માટે ૨૭ અબજ ડોલરની લોન મળી શકે.

યુરોપિયન કમિશનનાં પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું છે કે અમને લાગે છે કે મંત્રણાનાં ટેબલ પર યુક્રેનને મજબૂતી આપવાનો આ સૌથી સારી રીત છે.

કમિશનની યોજના ઇયુ સેંકશન હેઠળ ફ્રીઝ કરવામાં આવેલી રશિયન એસેટ્સથી મળનારા વ્યાજનો ઉપયોગ લોનની ચુકવણીમાં મદદ કરવાની છે. મોટા ભાગની એસેટ્સ સપ્ટેમ્બરનાં અંતમાં ૨૨૪ અબજ ડોલર બેલ્જિયમનાં ફાઇનાન્સિયલ ક્લિયરિંગ હાઉસ યુરોક્લિયરમાં રાખવામાં આવી છે.

યુરોપનાં મોટા ભાગનાં દેશો યુક્રેનને મદદ કરવાનાં સમર્થનમાં છે. જો કે કેટલાક દેશો યુક્રેનને મદદ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. આ દેશોમાં ઝેક રિપબ્લિક, હંગેરી અને સ્લોવેકિયાનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત