Video: આજે ફરી અમેરિકા અને ચીન એક મંચ પર

સોર્સ: gstv

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ચીનની મુલાકાતે છે..આજે ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાશે.. આ બેઠક ચીનના શેનઝેનમાં યોજાઈ રહેલી એપેક સમિટ દરમિયાન યોજાશે.ટ્રમ્પ એવા સમયે ચીનની મુલાકાતે છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વેપારને લઈને તણાવ છે. બંને દેશો એકબીજાના માલ પર ભારે ટેક્સ લાદી ચૂક્યા છે. આ ઉપરાંત ચીનથી અમેરિકા આવતી વસ્તુઓ, રેર અર્થ અને ટેક્નોલોજીને લઈને પણ વિવાદ રહ્યો છે.ટ્રમ્પ ઈચ્છે છે કે, ચીન અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદે અને બંને દેશો વચ્ચેના વેપાર કરારની શરતોનું પાલન કરે. બીજી તરફ, ચીન અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફમાં રાહત ઈચ્છે છે. આવી સ્થિતિમાં આજની બેઠકમાં બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો સુધારવા અંગે ચર્ચા થઈ શકે છે.ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યાં ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જિનપિંગ પહેલીવાર પ્રોટોકોલ તોડીને કોઈ વિદેશી નેતાનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત