Video: NASA ના Voyager 1 એ રચ્યો ઇતિહાસ! પૃથ્વીથી '1 લાઇટ ડે' દૂર પહોંચનારું વિશ્વનું પ્રથમ માનવસર્જિત યાન બન્યું

સોર્સ: nasa

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ના અંતરિક્ષયાન વોયેજર 1 (Voyager 1) એ અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ યાન પૃથ્વીની સપાટીથી '1 લાઇટ ડે' (1 પ્રકાશ દિવસ) એટલે કે આશરે 25.9 અબજ કિલોમીટરનું અંતર કાપનારું વિશ્વનું પ્રથમ માનવસર્જિત અંતરિક્ષયાન બની ગયું છે. 18 નવેમ્બર, 2026 ના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 3:46 વાગ્યે વોયેજર 1 એ આ ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યું હતું.

પાંચ દાયકા લાંબી અવિરત યાત્રા નાસાએ વોયેજર 1 ને 5 સપ્ટેમ્બર, 1977 ના રોજ ટાઇટન IIIE-સેન્ટોર રોકેટની મદદથી લોન્ચ કર્યું હતું. શરૂઆતમાં તેને માત્ર 5 વર્ષના પ્લેનેટરી મિશન માટે મોકલવામાં આવ્યું હતું, પરંતુ આજે લગભગ 49 વર્ષ બાદ પણ તે સતત આગળ વધી રહ્યું છે:

જાહેરાત
  • 5 માર્ચ, 1979: પૃથ્વીથી 0.78 અબજ કિમી દૂર ગુરુ (Jupiter) ગ્રહની કક્ષામાં પ્રવેશ કર્યો.

  • 12 નવેમ્બર, 1980: શનિ (Saturn) ગ્રહની કક્ષામાં પહોંચ્યું.

  • 25 ઓગસ્ટ, 2012: પૃથ્વીથી 18.2 અબજ કિમી દૂર સૂર્યના પ્રભાવ ક્ષેત્રની સીમા (Heliopause) પાર કરીને ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ્યું.

  • 18 નવેમ્બર, 2026: 25.9 અબજ કિલોમીટર (1 લાઇટ ડે) નું અંતર પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો.

વિજ્ઞાન જગતને આપેલી અદભૂત ભેટ વોયેજર 1 એ ગુરુ અને શનિ ગ્રહ તેમજ તેમના ચંદ્રોની મહત્વપૂર્ણ તસવીરો અને ડેટા પૃથ્વી પર મોકલ્યા છે. આ જ યાનના અભ્યાસથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે શનિના સૌથી મોટા ચંદ્ર 'ટાઇટન'ના વાતાવરણમાં 90% નાઇટ્રોજન ગેસ રહેલો છે. હાલમાં આ યાન તારાઓની વચ્ચેના અંતરિક્ષ એટલે કે 'ઇન્ટરસ્ટેલર સ્પેસ'માં મુસાફરી કરી રહ્યું છે.

વોયેજર 1 ની ખાસિયતો આ અંતરિક્ષયાનનું વજન લગભગ 721.9 કિલોગ્રામ (1,592 પાઉન્ડ) છે. સૂર્યથી અત્યંત દૂર હોવાને કારણે તેમાં સોલાર પેનલને બદલે 3 રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર (RTG) લગાવવામાં આવ્યા છે, જે તેને સતત વીજળી પૂરી પાડે છે. આ ઉપરાંત તેમાં 11 જેટલા અત્યાધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો લાગેલા છે, જે અંતરિક્ષનો ડેટા એકત્રિત કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત