Video: બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન

સોર્સ: gstv

બાંગ્લાદેશના ગાઝીપુરમાં ઢાકા-મયમનસિંહ હાઈવે પર વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી પોલીસ કમિશનરની ગાડીને આગ ચાંપી દીધી હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વાહનને આગ લગાડવામાં આવતાં વિસ્તારમાં તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સુરક્ષા દળો સતર્ક બન્યા હતા. જોકે, વિરોધ પ્રદર્શન પાછળનું ચોક્કસ કારણ અને ઘટનામાં થયેલા નુકસાન અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત