Video: બાંગ્લાદેશમાં ગારમેન્ટ ઉદ્યોગના કામદારોએ પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારોએ પગાર વધારાની માંગ સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું છે. કામદારોએ માસિક 30 હજાર ટાકા લઘુત્તમ વેતન નક્કી કરવાની માંગ ઉઠાવી છે. મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર એકત્ર થઈ પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. કામદારોનું કહેવું છે કે મોંઘવારીના કારણે વર્તમાન પગારમાં ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. પગાર વધારાની માંગ સાથે કામદારોએ સરકાર અને સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે.
જાહેરાત















