Video: મનીલામાં ટ્રમ્પે ક્વાડના મંચ પરથી પીએમ મોદીને ગણાવ્યા ટફ લીડર

મનીલામાં યોજાયેલી ક્વાડ દેશોના નેતાઓની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. ટ્રમ્પે પીએમ મોદીને અત્યંત મજબૂત અને કડક નેતા ગણાવ્યા હતા. બંને નેતાઓની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે મોદી એક ટફ લીડર છે. ચીન સાથેના મતભેદો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ મતભેદોને ખૂબ સારી રીતે સંભાળવામાં આવ્યા છે અને બંને દેશોના અલગ અલગ મંતવ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે સંભવિત મુલાકાત અંગે પણ નિવેદન આપ્યું હતું. ક્વાડના મંચ પરથી ટ્રમ્પે કરેલી પીએમ મોદીની પ્રશંસા ચર્ચાનો વિષય બની છે.
જાહેરાત












