Video: સ્પર્ધા નહીં, સહયોગથી નક્કી થશે ક્ષેત્રનું ભવિષ્ય: પીએમ મોદી

સોર્સ: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત શિખર સંમેલનને સંબોધિત કરતા ભારત અને આસિયાન દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ ક્ષેત્રનું ભવિષ્ય સ્પર્ધાથી નહીં પરંતુ સહયોગથી નક્કી થવું જોઈએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે તેમણે શાંતિ અને સ્થિરતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત અને આસિયાન દેશો મળીને વિશ્વની આશરે એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને આ ક્ષેત્રને શાંતિ તથા સ્થિરતાનું પ્રતિક બનાવી શકે છે. પીએમ મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધીમાં લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે 100થી વધુ પહેલ, 250 જેટલા ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ અને 10 હજાર શિષ્યવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ભારત અને આસિયાન દેશો વચ્ચે સીધી હવાઈ સેવા તથા પ્રવાસન ક્ષેત્રે વધી રહેલી કનેક્ટિવિટીને મજબૂત ભાગીદારીનું પ્રતિક ગણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત