'મને ફાંસી આપી દો, હું જવાબદાર છું...' – બાંગ્લાદેશમાં ઓરીને કારણે થયેલા 1200થી વધુ મૃત્યુ અંગે સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

'મને ફાંસી આપી દો, હું જવાબદાર છું...' – બાંગ્લાદેશમાં ઓરીને કારણે થયેલા 1200થી વધુ મૃત્યુ અંગે સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બાંગ્લાદેશમાં ઓરીના રોગચાળાએ ભારે તબાહી મચાવી છે. આ ચેપી રોગે અત્યાર સુધીમાં ૧,૨૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે, જેમાંના મોટા ભાગના નિર્દોષ બાળકો છે. મૃત્યુઆંક વધી રહ્યો છે તેવામાં દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે.

તત્કાલીન યુનુસ સરકાર સામે બેદરકારીના આક્ષેપો

દરમિયાન, વડા પ્રધાન તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની બીએનપી (BNP) સરકારે આ કટોકટી માટે ભૂતપૂર્વ વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. 'ધ ડેઈલી સ્ટાર'ના અહેવાલ મુજબ, આરોગ્ય રાજ્ય મંત્રી એમ.એ. મુહિતે જણાવ્યું હતું કે યુનુસ વહીવટીતંત્રની બેદરકારીને કારણે જ દેશવ્યાપી રસીકરણ અભિયાન સમયસર હાથ ધરી શકાયું ન હતું અને રસીનો કટોકટીનો સ્ટોક પણ ખૂટી ગયો હતો.

જાહેરાત

મુહિતે સ્પષ્ટતા કરી, "તપાસમાં બહાર આવ્યું છે કે ૨૦૨૪ના અંતમાં અથવા ૨૦૨૫ની શરૂઆતમાં યોજાનારું રાષ્ટ્રીય રસીકરણ અભિયાન તત્કાલીન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું ન હતું. મંત્રાલય પાસે રસીનો કોઈ કટોકટીનો સ્ટોક પણ ઉપલબ્ધ નહોતો." તેમણે નોંધ્યું કે ૨૦૨૦ પછી દેશમાં મોટા પાયે રસીકરણ થયું નથી, કારણ કે રાજકીય અસ્થિરતાને કારણે ૨૦૨૪માં આ અભિયાન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. આ બાબતની તપાસ કરવા માટે ત્રણ સભ્યોના એક પંચની રચના કરવામાં આવી છે.

આંકડાઓમાં વિનાશ: ૧,૨૮૪થી વધુ મૃત્યુ

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના જણાવ્યા અનુસાર, ૯ નવેમ્બરના રોજ પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન વધુ ૨ શંકાસ્પદ મૃત્યુ નોંધાતા, મૃત્યુઆંક વધીને ૧,૨૮૪ પર પહોંચ્યો છે. આમાંથી ૧૦૫ મૃત્યુની લેબોરેટરી દ્વારા પુષ્ટિ થઈ છે, જ્યારે ૧,૧૭૯ કેસ હજુ પણ શંકાસ્પદ શ્રેણીમાં છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત