Video: એપલની સર્વિસમાં મોટો ટેક્નિકલ આઉટેજ, આઈક્લાઉડથી એપલ પે સુધીની સેવાઓ ખોરવાઈ

દુનિયાની દિગ્ગજ ટેક કંપની એપલની અનેક મહત્વપૂર્ણ સેવાઓમાં મોટો ટેક્નિકલ આઉટેજ સર્જાતા વિશ્વભરના કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા હતા. આઈક્લાઉડ, એપ સ્ટોર, એપલ પે, એપલ મ્યુઝિક અને એપલ સપોર્ટ સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ભારત સહિત અનેક દેશોના યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદો કરી હતી. આઉટેજને કારણે આઈફોન અને મેકબુક યુઝર્સને લોગિન, એપ ડાઉનલોડ અને ડિજિટલ પેમેન્ટમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાઉનડિટેક્ટર પર પણ હજારો ફરિયાદો નોંધાઈ હતી. જોકે, એપલના ટેક્નિકલ નિષ્ણાતોએ કામગીરી શરૂ કરતાં ધીમે ધીમે સેવાઓ ફરી સામાન્ય થવા લાગી છે, પરંતુ આ ખામી પાછળનું ચોક્કસ કારણ હજુ જાહેર થયું નથી.
જાહેરાત







