Video: ટોક્યોમાં રાજનાથ સિંહને ગાર્ડ ઓફ ઓનર

જાપાનની મુલાકાતે ગયેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ટોક્યોમાં જાપાનના સંરક્ષણ મંત્રાલય પહોંચ્યા હતા. મંત્રાલય ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજનાથ સિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જાપાનના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની હાજરીમાં સ્વાગત સમારોહ યોજાયો હતો. ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ છે. મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
જાહેરાત










