Video: વડોદરાના આજવા રોડ પર કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી

વડોદરાના આજવા રોડ સ્થિત કમલાનગર તળાવ પાસે મોડી રાત્રે શ્રીજી દર્શન કોમ્પ્લેક્સ ઉપર બનેલા વલ્લભ આઈકોન કોમ્પ્લેક્સની ગેલેરી અને પિલ્લરનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાને પગલે નાસભાગ મચી હતી અને રહેવાસીઓ મકાન છોડી બહાર દોડી આવ્યા હતા. કાટમાળ નીચેની દુકાનો અને લારીઓ પર પડતાં એક યુવતીને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે, નહીંતર ગંભીર હોનારત સર્જાત. સ્થાનિકોએ બાંધકામમાં પોકળ કામગીરીનો આક્ષેપ કરી અગાઉ રજૂઆત છતાં પગલાં ન લેવાયાનો દાવો કર્યો છે.
જાહેરાત
















