Video: વડોદરાના જરોદ-હાલોલ રોડ પર દર્શન હોટલ બહારથી ATSએ આતંકીને ઝડપી લીધો

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના જરોદ-હાલોલ રોડ પર આવેલી દર્શન હોટલ બહારથી ATSની ટીમે આતંકીને દબોચી લીધો હોવાની માહિતી સામે આવી છે. બસ દર્શન હોટલ પર ઊભી રહી તે દરમિયાન ATSએ કાર્યવાહી કરી આતંકી મોહમ્મદ સહારુલને ઝડપી લીધો હતો. આ ઘટનાને પગલે હોટલ અને આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે. દર્શન હોટલ ખાતે ATSની ટીમ અને બે વાહનો તૈનાત કરાયા છે, જ્યારે અધિકારીઓની ચહલપહલ જોવા મળી રહી છે. આતંકીની ધરપકડ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને તપાસનો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત