Video: જવાનોને સમર્પિત 10મી અદાણી અમદાવાદ મેરેથોન, લોવલિના બોર્ગોહેને બતાવી લીલી ઝંડી

સોર્સ: gstv

અમદાવાદ ખાતે અદાણી અમદાવાદ મેરેથોનના 10મા સંસ્કરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેને એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ લવલીના બોર્ગોહેન દ્વારા ફ્લેગ ઓફ આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અદાણી એન્ટરપ્રાઇઝિસના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોનમાં 33 હજારથી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર વાતાવરણને ઉર્જામય બનાવી દીધું હતું. લવલીના બોર્ગોહેને આ આયોજન અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સંસ્કરણ દેશના વીર સૈનિકોને સમર્પિત હોવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે. તેમણે અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થા અને સુંદર આયોજન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત