Video: પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય જયેશ રાદડિયાએ વીરપુરમાં શીશ ઝુકાવ્યું

યાત્રાધામ વીરપુર ખાતે કારતક સુદ સાતમના પવિત્ર દિવસે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે. લાખોની સંખ્યામાં ભાવિકો બાપાના દર્શન કરવા ઉમટી પડ્યા છે. આ દરમિયાન જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ વીરપુર આવીને પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ બાપાના આશીર્વાદ લેવા આવ્યા છે. તેમણે આવનારું વર્ષ સૌના માટે સુખ-સમૃદ્ધિ અને સારા કાર્યો લઈને આવે તેવી બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
જાહેરાત








