Video: ધોળકા તાલુકાના વટામણ ગામે ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોના સમર્થનમાં આપનું શક્તિ પ્રદર્શન

સોર્સ: gstv

અમદાવાદના ધોળકા તાલુકાના વટામણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું. ધોળકાના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇન નાખવાના મુદ્દે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન આપના નેતા બ્રિજરાજ સોલંકી અને ખેડૂતોને અટકાયત કરી તેમની સામે ફરિયાદ નોંધાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં કિસાન મહાપંચાયત યોજાઈ, જેમાં આપના નેતા ગોપાલ રાય, ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવાના પરિવારજનો, યુવરાજસિંહ જાડેજા અને બ્રિજરાજ સોલંકીના પિતા રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા.

આ સમાચાર શેર કરો

જાહેરાત