Video: વટામણમાં આપની કિસાન મહાપંચાયત, કલેક્ટરના જાહેરનામા વચ્ચે ખેડૂતો એકઠા થશે, પોલીસ બંદોબસ્ત

સોર્સ: gstv

વટામણ ગામે આજે બપોરે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત યોજાઈ રહી છે. ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણી અને સરગવાળામાં ગેસ પાઇપલાઇન વિરોધ તથા ખેડૂત આગેવાન સોલંકીની ધરપકડ બાદ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતોને ન્યાય અપાવવા આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠીયા અને યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે. બીજી તરફ કલેક્ટરના જાહેરનામા અને સંભવિત સ્થિતિને ધ્યાને રાખી અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત