Video: વલસાડના તિથલમાં યુનિટી મેરેથોનની ચોથી સિઝન યોજાઈ

વલસાડના તિથલ દરિયાકિનારે વલસાડ તાલુકા કોળી પટેલ પ્રગતિ મંડળ દ્વારા ‘વલસાડ યુનિટી મેરેથોન’ની ચોથી સિઝન યોજાઈ હતી. 3, 5 અને 10 કિલોમીટરની દોડમાં ટાઇમિંગ ચિપ અને ફન રન દ્વારા દોડવીરોને પ્રોત્સાહિત કરાયા હતા. વર્ષ 2023થી શરૂ થયેલી આ મેરેથોનમાં સ્વયંસેવકો સહિત 800થી વધુ લોકો જોડાયા હતા. ધારાસભ્ય અને પ્રમુખ ભરતભાઈના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર સહિતના અધિકારીઓ અને મહંત સ્વામીના આગમન વચ્ચે શ્રદ્ધાળુઓએ પણ ભાગ લીધો હતો. કો-ઓર્ડિનેટર યોગેશ પટેલે રોજ 15થી 20 મિનિટ કસરત કરવા પર ભાર મૂક્યો, જ્યારે આયોજકોએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.
જાહેરાત














