ગુજરાત ભાજપનું SC બેઠકો પર ફોકસ, કમલમ ખાતે SC મોરચાની વિશેષ બેઠક યોજાઈ

ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે SC મોરચાની વિશેષ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક નિદર્શન કરવામાં આવ્યું હતું.આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને SC મોરચાની બેઠકમાં સંગઠનાત્મક કામગીરી અને ચૂંટણીલક્ષી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોરચાના હોદ્દેદારોને અલગ-અલગ વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવશે.ખાસ કરીને વડગામ, દસાડા અને દાણીલીમડા જેવી બેઠકો પર ભાજપનું વિશેષ ફોકસ રહેશે. ગત ચૂંટણીમાં આ ત્રણેય બેઠકો પર ભાજપનો નજીવા અંતરે પરાજય થયો હતો. આ ઉપરાંત સામાન્ય બેઠકો પર પણ જ્યાં SC સમાજના મતો હાર-જીતમાં નિર્ણાયક સાબિત થાય છે, તેવી બેઠકો પર સંગઠન મજબૂત કરવા ભાજપે કવાયત શરૂ કરી છે.












