Video: કડીના ભવનાથ મહાદેવ મંદિર પાસે પૌરાણિક વાવ મળી

કડીના ભવનાથ મહાદેવ મંદિર પાસે સફાઈ કામગીરી દરમિયાન પગથિયાં અને ભોંયરું નીકળતા પૌરાણિક વાવ મળી આવી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા કડી નગરપાલિકા અને મામલતદાર તંત્રની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, આ માળખું પૌરાણિક વાવ જ છે કે કેમ તે અંગે હજુ સુધી તંત્ર દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને વધુ તપાસ માટે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવશે. દરમિયાન, સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થતા હાલ સફાઈ કામગીરી અટકી પડી છે. મંદિરના પૂજારી ચિરાગ ગોસાઈએ ભક્તો અને લોકોને ખોટી અફવાઓ ન ફેલાવવા તેમજ સ્થળ પર ભીડ ન કરવા અપીલ કરી છે.
જાહેરાત












