VIDEO: દાહોદ: લીમડીમાં ‘લીમડી ચા રાજા’નું ઢોલ-નગારા અને લાકડીના કરતબો સાથે ભવ્ય આગમન
દાહોદના લીમડીમાં નવાબજારના પ્રસિદ્ધ ‘લીમડી ચા રાજા’ ગ

દાહોદના લીમડીમાં નવાબજારના પ્રસિદ્ધ ‘લીમડી ચા રાજા’ ગણેશજીનું ઢોલ-નગારા અને ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ભવ્ય આગમન થયું હતું. આ પ્રસંગે યોજાયેલા લાકડીના રોમાંચક અને સાહસિક કરતબો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા ગણેશભક્તોએ શ્રદ્ધાભેર દાદાના દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી, જેનાથી સમગ્ર લીમડી શહેર ભક્તિમય અને ઉત્સાહપૂર્વકના માહોલમાં ગુંજી ઊઠ્યું હતું.




