Video: રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં ગાંજાના આરોપી પર LCBનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી

જામનગર એન્ટી નાર્કોટિક્સ સેલના જવાનો પર હુમલો કરી ફરાર થયેલા ગાંજાના આરોપી ઠાકુર કલમ ડામોરને મધ્યપ્રદેશથી ઝડપી જામનગર લાવવામાં આવી રહ્યો હતો. સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર કાફલો ઊભો રહ્યો ત્યારે ઠાકુરે ASIની રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો અને પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો. PSI એમ. એમ. કુંભારવાડિયાએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કરતાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અગાઉ બાલાજી પાર્ક-૩માં ગાંજાના જથ્થા સાથે પોલીસ પર હુમલો થયો હતો.
જાહેરાત













