Video: લીંબડી નજીક પોલીસે આરોપી પર ગોળીબાર કર્યો, આરોપીએ સર્વિસ રિવોલ્વર છીનવી લીધી; પોલીસ કર્મચારી ઘાયલ

સુરેન્દ્રનગરના લીંબડી નજીક પોલીસ અને આરોપી વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ઝાબુઆથી ઠાકુર ડામોર નામના આરોપીને જામનગર લઈ જઈ રહેલી સિટી પોલીસની ટીમ સાથે આ ઘટના બની હતી. રસ્તામાં આરોપી કુદરતી હાજતે જવાના બહાને પોલીસની સર્વિસ રિવોલ્વર લઈને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે. આ દરમિયાન PSI સહિતના પોલીસ સ્ટાફે બે રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપીના પગના ભાગે ઇજા પહોંચી હતી. ઘટનામાં અરજણ કોડિયાતર નામના પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે.
જાહેરાત














