Video: વઢવાણ-લીંબડી હાઇવે પર ડ્રેનેજ લાઇન પર સ્લેબ તૂટયો.... આશરે 50 મુસાફરો ભરેલી સિટી બસ ફસાઈ

સુરેન્દ્રનગર પંથકમાંથી તંત્રની ઘોર બેદરકારી સામે લાવતી એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં વઢવાણ-લીંબડી હાઇવે પર ડ્રેનેજ સિસ્ટમ ઉપર ભરેલો સ્લેબ અચાનક તૂટી જવાથી અંદાજે 15 ફૂટ જેટલો રસ્તો બેસી ગયો હતો અને રોડ પર મોટો ભુવો પડી ગયો હતો. આ જોખમી સમયગાળા દરમિયાન જ ત્યાંથી અંદાજે 50 જેટલા પેસેન્જરોથી ભરેલી સિટી બસ પસાર થઈ રહી હતી, જે અચાનક આ ખાડામાં ફસાઈ જતાં બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ભારે ચીસાચીસ મચી ગઈ હતી. સદનસીબે સ્થાનિક લોકોની મદદથી બસમાં સવાર તમામ 50 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે કેટલાક મુસાફરોને આ દુર્ઘટનામાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
જાહેરાત







