Video: કવાટના મોટાવાટામાં હર્ષ સંઘવીનો ભક્તિમય રાત્રી રોકાણ કાર્યક્રમ

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટાવાટા ગામે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાત્રી રોકાણ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ગ્રામજનો સાથે ગૃહમંત્રીએ ઉત્સાહભેર ભજન કીર્તનમાં ભાગ લીધો હતો અને ભગવાનની આરાધના કરી હતી. ગ્રામજનો અને ગૃહમંત્રી વચ્ચે સીધો સંવાદ અને સાંસ્કૃતિક જોડાણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન મંડળીના સૂર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રાત્રી રોકાણના આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકો સાથે આત્મીયતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેમેરામેન સાથે રફીક ડણીવાલા, છોટાઉદેપુર.

આ સમાચાર શેર કરો

જાહેરાત