નારી શક્તિ વંદના અધિનિયમથી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે, ગુજરાતમાં પણ બેઠકોનું પુનઃસીમાંકન થશે: અનિલ પટેલ

નારી શક્તિ વંદના અધિનિયમને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં સમગ્ર દેશમાં મહિલાઓને 33 ટકા અનામતનો લાભ મળશે, જેના કારણે સંસદ અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. અનિલ પટેલના જણાવ્યા મુજબ, 33 ટકા અનામત પ્રમાણે લોકસભામાં અંદાજે 180 બેઠકો મહિલાઓ માટે અનામત થઈ શકે છે. જ્યારે વિધાનસભાની બેઠકોમાં પણ વધારો થવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો હાલ 182 બેઠકો છે, જે વધીને 213 સુધી થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડિલિમિટેશન એટલે કે બેઠકોના પુનઃસીમાંકનને કારણે ગુજરાતમાં પણ કેટલાક ફેરફારો આવશે. એસ.ટી. અનામત બેઠકોની ફાળવણીમાં અગાઉ પણ ફેરફારો થયા છે. કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓ મુજબ જ આ વખતે પણ ડિલિમિટેશનની પ્રક્રિયા અમલમાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત