Video: પાલડીમાં સ્કેટિંગ રિંગ તોડી સિવિક સેન્ટર બનાવવા મુદ્દે વિવાદ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાલડી વિસ્તારમાં આવેલ સ્કેટિંગ રિંગ ને દૂર કરી સીટી સિવિક સેન્ટર બનાવવાનો નિર્ણય થતા આ બાબતે વિવાદ સર્જાયો છે
અમદાવાદના પાલડી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નિર્ણયથી મોટો વિવાદ સર્જાયો છે. પાલડી વોર્ડમાં ચંદ્રનગર બ્રિજ પાસે વર્ષો અગાઉ બાળકોના રમતગમત માટે લાખો રૂપિયાના ખર્ચે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ સ્કેટિંગ રિંગનું લોકાર્પણ ખુદ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પરંતુ હવે, AMC દ્વારા આ સ્કેટિંગ રિંગને તોડી પાડીને તેની જગ્યાએ રૂપિયા ૩.૭૯ કરોડના જંગી ખર્ચે નવો રીડિંગ રૂમ અને સિવિક સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે. તંત્રના આ નિર્ણય સામે સ્થાનિકો અને રમતપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.વિવાદનું મુખ્ય કારણ એ છે કે, પાલડી અને વાસણા વિસ્તારમાં અગાઉથી જ રીડિંગ રૂમ, લાઈબ્રેરી, જિમ્નેશિયમ અને સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે, બાળકો માટેની એકમાત્ર સ્કેટિંગ રિંગ તોડીને કરોડોના ખર્ચે ફરી એ જ સુવિધાઓ ઊભી કરવાની શું જરૂર છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે.













