અમદાવાદમાં 30 નવેમ્બરથી સ્ટેટ ઓપન સ્કૂલની પરીક્ષા, 1500થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

અમદાવાદ શહેરમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ 10 બિલ્ડિંગમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર 1500થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષા યોજાય તે માટે ઝોનલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ DEO રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
જાહેરાત













