Video: અંકલેશ્વરમાં પોશડોડા અને અફીણનો જથ્થો ઝડપાયો, ભરૂચ એસઓજીએ રૂ. ૨.૯૩ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે મોટી કાર્યવાહી કરતા પોસડોડા અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરના અમરતપુરા વિસ્તારમાં આવેલી હોટલ બેન્સનના કમ્પાઉન્ડમાં દુકાન નંબર- ૫ પાસેથી પોલીસે મૂળ રાજસ્થાનના બાલોતરાના અને હાલ નૌગામા રહેતા ૪૩ વર્ષીય ભૈરારામ ચૌધરીની ધરપકડ કરી છે. તેની પાસેથી ૯ કિલો ૯૫૯ ગ્રામ પોશડોડા, ૨૫૮ ગ્રામ અફીણ અને મોબાઈલ મળી કુલ રૂ. ૨ લાખ ૯૩ હજાર ૩૮૫નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે બાલોતરાના મુલારામ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
જાહેરાત
















