Video: વીરપુર નજીક હાઈવેના પ્લાન્ટમાં આગ, ડામર બનાવવાની મશીનરીના બોયલરમાં આગ ભભૂકી ઉઠતા સ્થળ પર અફરાતફરી મચી

સોર્સ: gstv

વીરપુર નજીક રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની કામગીરી કરતી વહારા ઇન્ફ્રા કંપનીના પ્લાન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. પ્લાન્ટમાં ડામર બનાવવાની મશીનરીના બોયલરમાં આગ ભભૂકી ઉઠતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જેતપુર અને ગોંડલ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત