Video: અમદાવાદ. ભાજપનાં લાંભા વૉર્ડ નાં કાઉન્સિલર સામે જમીન કૌભાંડના આક્ષેપ; પીપળજમાં સરકારી તળાવ પર ગેરકાયદે બાંધકામ કર્યાનો આરોપ

અમદાવાદના લાંભા ના ભાજપના કાઉન્સિલર સામે જમીન કૌભાંડ અને ગેરકાયદેસર બાંધકામના ગંભીર આક્ષેપો થતાં રાજકારણ ગરમાયું છે..મક્તમપુરા વોર્ડના કાઉન્સિલર હિતેન્દ્ર પીઠડીયાએ લાંભા વોર્ડના ભાજપના કાઉન્સિલર રાહુલ ભરવાડ સામે સરકારી તળાવ અને રિઝર્વ પ્લોટ પર કબજો જમાવવાનો આરોપ લગાવ્યો છે. ...
મક્તમપુરા વોર્ડના કાઉન્સિલર હિતેન્દ્ર પીઠડીયાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના લાંભા વોર્ડના કાઉન્સિલર રાહુલભાઈ ભરવાડ અને તેમના પરિવારજનો દ્વારા પીપળજ ગામમાં મોટા પાયે જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે.આક્ષેપ મુજબ, પીપળજ ગામના સર્વે નંબર ૯૩માં સરકારી રેકર્ડ પર 'તળાવ' બોલે છે, તેમ છતાં ત્યાં ૯,૯૧૫ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં એક દાયકા કરતાં વધુ સમયથી ગેરકાયદેસર બાંધકામ કરી ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ અંગે રજૂઆત કરી તંત્રને જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.. કાઉન્સિલરે રજૂઆત કરી હતી કે સામાન્ય અને ગરીબ માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે તો આ મુદ્દામાં કેમ કાર્યવાહી થતી નથી?એક તરફ મુખ્યમંત્રીની જળસંચય મુહિમ હેઠળ તળાવો ખાલી કરાવવાની વાતો થાય છે, આ અંગે તંત્રએ હંમેશની જેમ મેટર ચકાસી કાર્યવાહી કરવાની વાત કરી તો કાઉન્સિલર નો સંપર્ક કરાતા જવાબ આપવાનું ટાળ્યું હતું
















