અમદાવાદ: AMC બોર્ડ બેઠક પહેલાં સ્વચ્છતાના એવોર્ડ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા એટલે કે બોર્ડ બેઠક મળે તે પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળ્યો . શહેરને મળેલા સ્વચ્છતાના એવોર્ડ સામે વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું . શહેરમાં ઠેર-ઠેર ગંદકી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વપૂર્ણ બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા છે. તાજેતરમાં અમદાવાદને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, જેને લઈને કોંગ્રેસે શાસક પક્ષ અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળે છે તો આ એવોર્ડ કઈ રીતે મળ્યો તેઓ સવાલ ઉઠાવ્યો હતો.હાથમાં વિવિધ બેનરો અને પ્લેકાર્ડ લઈને કોંગ્રેસના કોર્પોરેટરોએ AMC સંકુલમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષનો આક્ષેપ છે કે શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ગંદકીના ઢગલા જોવા મળે છે, ઉભરાતી ગટરો અને કચરાના નિકાલની સમસ્યા યથાવત છે, ત્યારે શહેરને સ્વચ્છતાનો એવોર્ડ કયા આધારે મળ્યો?















