Video: અમદાવાદ:નવરંગપુરામાં મગફળીના થેલામાંથી નીકળ્યો કેટ સ્નેક, વાઇલ્ડલાઇફ એક્સપર્ટે કર્યું સુરક્ષિત રેસ્ક્યુ

સોર્સ: gstv

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક કોમ્પ્લેક્સ ખાતે મગફળીના થેલામાંથી અચાનક સાપ બહાર આવતા લોકોમાં ભારે ગભરાટ અને ફફડાટ ફેલાઈ ગયો હતો.અંદાજે એક ફૂટ લાંબા આ સાપ અંગે જાણ થતાં એનિમલ લાઇફ કેરના વાઇલ્ડલાઇફ એક્સપર્ટ વિજય ડાભી સ્થળ પર પહોંચ્યા હતા અને તે કોમન કેટ સ્નેક હોવાનું ઓળખી સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.અમદાવાદમાં ખૂબ ઓછો જોવા મળતો આ રાત્રિચર સાપ બિલાડી જેવી ઊભી કીકી ધરાવે છે અને પાછળના ભાગે ઝેરી દાંત હોવાથી તેના કરડવાથી દુખાવો કે સોજો થઈ શકે છે.ઘટના બાદ નિષ્ણાતોએ લોકોને અપીલ કરી છે કે સાપ દેખાય ત્યારે તેને મારવાનો કે જાતે પકડવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો.

આ સમાચાર શેર કરો

જાહેરાત