Video: વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી દાહોદ પ્રવાસે, દુધિયા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

દાહોદ જિલ્લાના 72 કલાકના પ્રવાસે આવેલા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી લીમખેડા તાલુકાના દુધિયા ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે દુધિયા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટની મુલાકાત લઈ ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિગતો મેળવી તળાવની સ્વચ્છતા, પર્યાવરણીય જતન અને કુદરતી સૌંદર્ય જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. સર્વાંગી વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે તેમણે જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત











