Video: સુરતના વરાછામાં હીરાબાગ પાસે નશામાં ધૂત ઈકો કારચાલકે અકસ્માત સર્જ્યો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ નજીક એક ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા સામે આવી છે, કારણ કે કારની અંદરથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોનાં મોટાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. જોકે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે.
જાહેરાત















